પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજ્ય , ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૭ / ૧૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૧૧ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ , શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ( ૧ ) લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૧૦૦૬૦ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , ૩૭૬ ( ૨ ) ( એમ ) , ૩૭૬ ( ૩ ) , ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૮ , ૪ , ૬ , ૮ , ૧૭ તથા ( ૨ ) બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૯૩૦૦૮૨૧૦૮૦૭ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૩૨૪ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુનાઓના આરોપીઓ દોઢ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , તેમજ મજકુર આરોપીઓના નામ . કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય , મજકુર લીસ્ટેડ આરોપીઓને આજરોજ તા .૦૮ / ૧૧ / ૨૦૨૨ ના રોજ બાતમી હકિકત આધારે અમરેલીમાંથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) રમેશ સુરાભાઇ વાઘેલા , ઉ.વ .૫૦ , રહે . મુળ મોટા દેવળીયા , તા.બાબરા , જિ.અમરેલી . હાલ રહે.કોલકી ગામની સીમ , તા.ઉપલેટા , જિ.રાજકોટ . ( ૨ ) રોહીત રમેશભાઇ વાઘેલા , ઉ.વ .૨૪ , રહે . મુળ મોટા દેવળીયા , તા.બાબરા , જિ.અમરેલી . હાલ રહે.કોલકી ગામની સીમ , તા.ઉપલેટા , જિ.રાજકોટ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.