ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી નજીક વાહન ચાલકોની બેદરકારીના કારણે આડેધડ સામસામે વાહનો અટવાઈ જતા બે કલાકથી વધુ સુધી ટ્રાફિકજામ થયો હતો. જેમાં હજારો લોકો ફસાઈ જતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી નજીક ટ્રાફિકજામ થયો હતો. હાલમાં બટાકાની સિઝન ચાલી રહી હોવાથી હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લઈ જવા માટે ટ્રોલી સાથેના ટ્રેક્ટરની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. તેમજ આવા ટ્રેક્ટર ઓવરલોડ હોવાના કારણે ધીરે ચાલતા હોવાથી તેમની ઓવરટેક કરવા જતા વાહન ચાલકો આડેધડ રીતે સામસામે આવી જતા હોય છે.

જેમાં આજે કંસારી નજીક આ જ પ્રમાણે ટ્રેક્ટરોની ઓવરટેક કરવાના કારણે વાહનચાલકો સામસામે ભીડાઈ જતા ટ્રાફિકજામ થયો હતો. બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ રહેતા અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો મુસાફર તેમજ વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. ડીસા તાલુકા પોલીસે તેમજ આરટીઓ અધિકારીઓએ માંડ માંડ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી હાલમાં મોટું જંકશન તરીકે વિકસી રહ્યું હોવાથી આ જગ્યા પર બંને બાજુ 500 મીટર સુધી હાઇવેને ફોરલેન કરી વચ્ચે ડિવાઈડર બનાવવાની જરૂર છે. આ ઉપરાંત આડેધડ પાર્ક કરાતા તેમજ રોંગ સાઈડે આવતા વાહન ચાલકો સામે પણ પગલાં લેવાની જરૂર છે.