મહેસાણા : બહુચરાજી-હારીજ રોડ પર થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન કડીથી હારીજ જઇ રહેલા વેપારીની ગાડી રોકાવી ધોકા વડે માર મારી 68 લાખની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર માચાવી દીધી હતી. જોકે, પોલીસે લૂંટ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે અત્યારસુધીમાં કુલ 5 આરોપીઓ ઝડપાયા છે. તેમજ 51 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ કેસમાં 2 ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે તજવીજ આદરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આરોપીઓએ અગાઉથી જ પ્લાન બનાવી 68 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં નીતિનજી દશરથજી ઠાકોર નામનો આરોપી ફરિયાદીના સંબંધીઓ પાસે ડ્રાઇવરની નોકરી કરી ફરિયાદી પર ખાનગી રાહે નજર રાખતો હતો અને ફરિયાદી શું કરે છે, ક્યાં જાય છે તેવી તમામ વિગતો રાજુ ભરવાડ નામના આરોપીને આપતો હતો.
હારીજના વેપારી જે દિવસે કડીથી પોતાની ગાડીમાં મોટી રકમ લઇ હારીજ આવી રહ્યા હતા. તે દરમિયાન રાજુ ભરવાડ અને નીતિન ઠાકોર ભેગા મળી ફરિયાદીનો પીછો કરી લોકેશન મેળવ્યું હતું. બાદમાં પોતાના અન્ય સાથીઓ સાથે મળી લાખોની લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યાં પ્રમાણે, આરોપીઓ લૂંટને અંજામ આપે એ પહેલાં ભેગા મળી ચોક્કસ હકીકત એકત્રિત કરતા હતા. અમુક સમયે અને જે સ્થળે ફરિયાદી જે રોકડા લઇ નીકળે તે બાદમાં આયોજીત કાવતરા સાથે લૂંટને અંજામ આપતા હતા. જોકે, આરોપી રાજુ ભરવાડ વિરુદ્ધ અગાઉ બહુચરાજી પોલીસ મથકમાં કલમ 307,395,397,120(બી)337 મુજબ ગુનો નોંધાયેલો છે.
ઝડપાયેલા આરોપીઓ
રાજુ ભરવાડ,રહે બેચર
મહેશજી પુનાજી ઠાકોર
નિતીનજી દશરથજી ઠાકોર
પ્રધાનજી વશરામજી ઠાકોર
જગતસિંહ ઉર્ફ જકતું જશુભા
ફરાર આરોપી
રાહુલજી ઉર્ફ સંજય જી ઠાકોર
વિરુ કુંવરસંગ ઠાકોર