વડોદરામાં મનપાની ટીમ ઢોર પકડવા ગઈ પણ દંડા અને દાતરડા લઈ આવેલી મહિલાઓ ઢોર છોડાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
રાજ્યમાં વડોદરા સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોર ને લઈ અનેક અકસ્માતના બનાવો સામે આવી રહયા હોય ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર પકડવા મુદ્દે સરકારને કડકા આદેશ કરતા હવે રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે વડોદરામાં રખડતા ઢોર પર પકડવા ગયેલી પાલિકા ટીમ સાથે મહિલાઓએ બબાલ કરી ઢોર છોડાવી જતા બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ વડોદરાના બાપોદ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હોય એ ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર કેટલીક મહિલાઓએ ઘર્ષણ કર્યું હતું આ મહિલાઓ પાસે દાતરડું અને ડંડા હોવાથી પાલિકાના કર્મચારીઓે ઢીલા પડી ગયા હતા અને તેઓએ પકડેલા ઢોરને મહિલાઓ છોડાવીને જતી રહી હતી.