ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું બારીકાઈથી કરાઈ રહ્યું છે ચેકિંગ*
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે જ્યારે વિધાનસભા ચૂંટણીના સમય દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ગુજરાત પોલીસ સાથે આઇટીબીપીના જવાનો એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્યને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર સુરક્ષા વધારવામાં આવી છે જ્યારે અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે અંબાજી પોલીસ સ્ટેશનના જવાનો ફરજ બજાવી રહ્યા છે જ્યારે રાજસ્થાન તરફથી આવતી તમામ ગાડીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓની ઘુસણખોરી ન થાય તે માટે અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન બુટલેગરો મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂના જથ્થાની ઘુષણખોરી કરાવતા હોય છે જ્યારે આવા બુટલેગરોના બદઈરાદાને નાકામ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે સાથે જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ અને આઇટીબીપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ ખાતે અંબાજી પોલીસ જવાનો ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકિંગ કર્યા બાદજ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે જ્યારે હથિયારધારી આઈટીબીપીના જવાનો પણ છાપરી ચેકપોસ્ટ ખાતે ખડેપગે છે કોઈ અનિચીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ગુજરાતમાં કોઈ ગેરકાયદેસર ચીજ વસ્તુની ઘોષણખોરી ન થાય તેને લઇ આઈટીબીપીના પોલીસ જવાનો અને જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે અને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે...