સોશિયલ મીડિયા મારફત ભેજાબાજનું કારસ્તાન. બેસ્ટ મોબાઇલ રીચાર્જ સ્કીમના નામે ૫૦૦ લોકોના રૂા. ૧૦. ૧૯ લાખ ખંખેર્યા.

કતારગામની મકનજી પાર્ક સોસાયટીમાં રહેતા રતકલાકાર કાતીક ગોરધન વરીયા (ઉ. વ. ૨૪ મૂળ રહે. કોદીયા, તા. ખાંભા, જિ. અમરેલી) એ ગત સપ્ટેમ્બર મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર આઇ એમ સુરતવાલાના પેજ પર પાખી એન્ટરપ્રાઇઝ-બેસ્ટ મોબાઇલ રીચાર્જની જાહેરાત જોઇ તેમાં જણાવેલા મનિષ પટેલના નંબર પર કોલ કર્યો હતો.

સોશ્ચિલ મિડીયા પર પાખી એન્ટરપ્રાઇઝ-બેસ્ટ મોબાઇલ રીચાર્જ નામે ૧૨ મહિનાનું રીચાર્જ માત્ર રૂ. ૧૨૪૯ માં એવી લોભામણી જાહેરાત થકી રૂ. ૧૦. ૧૯ લાખ ઉઘરાવી લઇ ભુગર્ભમાં ઉતરી જનાર ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પાખી એન્ટરપ્રાઇઝ-બેસ્ટ મોબાઇલ રીચાર્જ નામની એપ થકી ૧૨ મહિનાના એડવાન્સ પૈસા ઉઘરાવી શેરબજારમાં રોકી દીધા હતા