પાવીજેતપુર તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા સહ પરિવાર ભાજપમાં જતા કોંગ્રેસ મુક્ત થઈ ગયેલ પાવીજેતપુર તાલુકાને પુનઃ કોંગ્રેસમાં ધબકતો રાખવા માટે તાત્કાલિક રતનપુર ખાતે નવીન કોંગ્રેસના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. 

          છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકો કોંગ્રેસનું હબ ગણાતો હતો. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર મોહનસિંહ રાઠવા ની કોંગ્રેસની કાર્યાલય દ્વારા કોંગ્રેસનું રાજકારણ ખેલાતું હતું પરંતુ તાજેતરમાં જ મોહનસિંહ રાઠવાએ પાટલી બદલી કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ અંગીકાર કરતા પાવીજેતપુર તાલુકો કોંગ્રેસમુક્ત થઈ જવા પામ્યો હતો. ત્યારે આવા સમયે વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા એ તાત્કાલિક પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે નવીન કોંગ્રેસના કાર્યલયનું ઉદ્ઘાટન કરી પાવીજેતપુર તાલુકામાં પુનઃ કોંગ્રેસને ધબકતો રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેતપુર બેઠકના ઉમેદવાર સુખરામભાઇ રાઠવા જેતપુર થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ રતનપુર ખાતે નવીન કોંગ્રેસનું કાર્યાલય શરૂ કર્યું છે. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસને જ વરેલો છું અને કોંગ્રેસમાં જ રહીશ મારું કફન પણ કોંગ્રેસનું હશે.

          આમ, પાવીજેતપુર એમ સી રાઠવા કોલેજે આવેલ મોહનસિંહ રાઠવા નું કાર્યાલય તાલુકાનું જ નહીં પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું કોંગ્રેસનું વડુ મથક ગણાતું હતું. તાજેતરમાં જ મોહનસિંહ રાઠવા સહપરિવાર ભાજપમાં જતા રહેતા પાવીજેતપુર તાલુકો કોંગ્રેસમુક્ત થઈ ગયો હતો ત્યારે રતનપુર ખાતે તાત્કાલિક કોંગ્રેસનું કાર્યાલય શરૂ કરી ફરીથી પાવીજેતપુર તાલુકામાં કોંગ્રેસના કાર્યાલયને ધબકતું રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.