ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિ મકાનને તાળું મારી ફરાર થઈ ગયો હતો. હત્યા બાદ લોહી મકાનના દરવાજા બહાર આવતાં પડોશીએ મકાન માલિકને જાણ કરી કરતાં ઘટનાનો પર્દાફાશ થયો હતો. મકાન માલિકે પોલીસને જાણ કરતાં પોલીસ એ હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની શોધ શરૂ કરી છે.