બાલારામની નદીમાં કોઈ દર્શનાર્થી ડૂબીને જીવ ન ગુમાવે એ માટે રાજુભાઇ જોષી એક્શન મોડમાં...

દિવાળીના દિવસે પત્રકાર પરિષદમાં જાહેર કર્યા મુજબ બાલારામમાં સેફટીના સાધનોની સવલત ઉભી કરી: આજે બાલારામમાં મોક ટેસ્ટ કરાશે

શ્રી બાલારામ મહાદેવ સમિતિ ટ્રસ્ટમાં જોડાયા પછી રાજુભાઇ જોષીએ જેમ બનાસકાંઠા જિલ્લાના અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો એમ બાલારામનો વિકાસ કરવાનું પણ બીડું ઝડપ્યું છે. જેમાં તેમણે સૌપ્રથમ બાલારામમાં આજુબાજુના ગામના સરપંચ, આગેવાનો અને યુવાનોને બોલાવી સ્વચ્છતા અભિયાન આદરી લોકોને જાહેરમાં કચરો ન ફેંકવાની અપીલ કરી હતી અને લોકો જાહેરમાં કચરો ફેંકે એના બદલે કચરાપેટીમાં જ કચરો નાખે એ હેતુસર બાલારામમાં કચરાપેટીઓ પણ મુકાવી છે. એની સાથે જ બાલારામમાં આવેલા શૌચાલયનું રીનોવેશન કરાવી અહીં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કાયમી સ્ટાફ મૂકવાનું આયોજન કર્યું હતું. રાજુભાઇ જોશીની આ કામગીરીને બિરદાવવા માટે શ્રી બાલારામ મહાદેવ સમિતિ ટ્રસ્ટ દ્વારા રાજુભાઇ જોષીનું દિવાળીના પવિત્ર દિવસે બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાલારામના વિકાસ માટેનું વિઝન રજૂ કરવા માટે રાજુભાઇ જોષીએ એક પત્રકાર પરિષદનું આયોજન પણ કર્યું હતું. જેમાં તેમણે જાહેર કર્યા મુજબ તરત જ બાલારામનો વિકાસ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. રાજુભાઈ જોષીએ એ વખતે જાહેર કર્યું હતું કે, અહીં દર્શનાર્થે આવતા કોઈપણ વ્યક્તિને નદીના પાણીમાં ડૂબીને જીવ ના ગુમાવવો પડે તે માટે અહીં લાઈફ જેકેટ, સેફ્ટી રીંગ સહિતના સાધનોની સગવડ ઊભી કરવામાં આવશે અને નદીમાં નાહવા માટે ઉતરતાં લોકો માટે સલામતી અંગેના પગલાં લેવા બાબતની વિવિધ સૂચનાઓ લખેલું બોર્ડ પણ મૂકવામાં આવશે. દરમિયાન નૂતન વર્ષના તહેવારો પૂર્ણ થતાની સાથે જ રાજુભાઇ જોષી અને શ્રી બાલારામ મહાદેવ સમિતિના ટ્રસ્ટીઓ એક્શન મોડમાં આવી ગયા છે અને આજે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે બાલારામમાં લાઈફ જેકેટ, સેફ્ટી રીંગ, સૂચના બોર્ડ અને ઇમરજન્સી એલાર્મ સહિતના સાધનો પહોંચાડી દેવામાં આવ્યા છે અને આવતીકાલે ૧ નવેમ્બર, ૨૦૨૨ના રોજ બાલારામ ખાતે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, રાજુભાઇ જોષીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યા મુજબની સવલતો બાલારામમાં ઉભી કરવાની શરૂઆત કરી દેતાં આગામી દિવસોમાં બાલારામ એક ધાર્મિક સ્થળની સાથે એક સુંદર અને રમણીય પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાવા લાગશે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. #rajujoshi #congress #deesa #palanpur #gujarat #palanpuri #palanpurcity #palanpur_city