*પ્રોફેશનલ પ્રેસ યુનિટી જિલ્લા કક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો*
પાલનપુર રિદ્ધિસિધી પાર્ટી પ્લોટ ખાતે પ્રોફેશનલ પ્રેસ યુનિટી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રોફેશનલપ્રેસ યુનિટી ના પ્રમુખ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ. દશરથસિંહ સોલંકી અને ઉપ પ્રમુખ ખુશાલ ચોરસિયા, ઉપ પ્રમુખ જયેશ મોદી, મંત્રી ભરત ભાઇ લિમ્બાચિયા, પવનભાઈ પ્રજાપતી,ભરત જોષી, નરેશ જોષી ,કાળુભાઇ અને પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી, રિનાબેન પરમાર,ધનેશભાઇ પરમાર, પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા, પ્રદેશ મહામંત્રી રામજીભાઈ રાયગોર, પ્રદેશ પ્રભારી રાજ ગજ્જર, પ્રોફેશનલ પ્રેસ યુનિટી પ્રમુખ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ એવાં દશરથસિંહ સોલંકી તથા પ્રોફેશનલ પ્રેસ યુનિટીના હોદ્દેદારો અને નવા સભ્યો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ પ્રોફેશનલ પ્રેસ યુનિટીના હોદ્દેદાર એવા હુસૈન કાકાના આકસ્મિક મૃત્યુ તથા મોરબી દુર્ઘટનાના મૃત્યુ પામેલા સદગતોના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રોફેશનલ પ્રેસ યુનિટીના પ્રમુખ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ એવાં દશરથસિંહ સોલંકી સહિત મંચસ્થ હોદેદારો અને આગેવાનોનું પ્રેસ યુનિટીના હોદ્દેદારો દ્વારા ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રોફેશનલ પ્રેસ યુનિટીના હોદ્દેદારો નું સભ્યો તથા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના નવા નિમાયેલા હોદેદારો નું પણ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્નેહ મિલન સમારોહમાં નવા સભ્યો તથા પ્રોફેશનલ પ્રેસ યુનિટીના હોદ્દેદારો સહિત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ સ્ટેજ પર બિરાજમાન આગેવાનો દ્વારા પત્રકાર સુરક્ષા માટે તથા માન સન્માન અર્થે ચૂંટણી બાદ નવી સરકાર સાથે વાટાઘાટો કરવા અને પડતર માંગણીઓને લઈને રજૂઆતો કરવા જણાવાયું હતું ત્યારબાદ પત્રકાર મિત્રોના હિતાર્થે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી તથા સમગ્ર સ્નેહ મિલન સમારોહનું સંચાલન પવનભાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની પૂર્ણાહુતિ અને આભાર વિધિ ભરતભાઈ લિમ્બાચિયા દ્વારા કરવામાં આવી હતી બાદમાં પ્રોફેશનલ પ્રેસ યુનિટીના પ્રમુખ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ એવાં દશરથસિંહ સોલંકી દ્વારા સ્વરૂચિ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો.