ખંભાતમાં પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માછીપુરા શાસ્ત્રીનગર ખાતેથી બાબુભાઇ સોમાભાઈ માછી નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા.જ્યારે ઋણ મુક્તેશ્વર મંદિર પાછળ ખાતે રહેતા સંજયભાઈ ચંદુભાઈ ચુનારા દારૂ ઢીંચીને નશો કરેલી હાલતમાં પત્નીને માર મારતા હતા.જેથી પત્નીએ પોલીસને જાણ કરતા ઝડપી પાડયા હતા.પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)