મળતી માહિતી મુજબ ઠાસરા મહીકેનાલ પેટા કચેરી સંચાલિત મુખ્ય મહી કેનાલ વણાંકબોરીડેમથી નીકળી કુણી પડાલ, રસુલપુર, સોનૈયા, તરલૈયા, અંઘાડી થઈ ડાભસર આડબંધથી એક મેઈન મહી કેનાલ બાધરપુરા, આગરવા, કાંકણપુર થઈને આણંદ જિલ્લા અને નડિયાદ જિલ્લા તરફ જાય છે. ડાભસર આડબંધથી એક શેઢી શાખા (નર્મદા) કેનાલ મહેમદાવાદ રાસ્કા વીયર તરફ જાય છે.વણાંકબોરીથી અંઘાડી ગામ પાસેથી અંઘાડી સબ માઈનોર મુખ્ય મહી કેનાલમાંથી નીકળી અંઘાડીના પેટા ગામ કસબાના સીમ વિસ્તારના ખેડૂતોને ખેતરોમાં પીયતનું પાણી આપવામાં આવે છે. આ અંઘાડી સબ માઈનોર જ્યાંથી નીકળે છે ત્યારે કસબા સીમવિસ્તારમાં જવાના વળાંકમાં ખેડૂતોને ખેતરમાં પાણી આપવા ઢાળીયા બનાવેલ છે એ ઢાળીયાથી ખેતરોમાં પાણી અપાય છે તે સબ માઈનોરના ગેટ તૂટી જવા પામેલ છે અને ગેટની પાસે મોટું ભુવારુ પડ્યું છે, જેથી સિઝનમાં પાણી સબ માઈનોરમાં જાય ત્યારે લાખો લીટર પાણી માઈનોરમાંથી સબ બો૨ાપીઠમાં ભરાઈ રહે છે અને આગળ પાણીનો પ્રવાહ જઈ શકતો ના હોવાથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થાય છે. આ અંઘાડી સબમાઈનોર ઉપર હાલ ડાંગરની કાપણી ચાલી રહી છે, ત્યારે પાણી બંધ કરવામાં આવેલ છે ત્યારે ઝાંડી ઝાંખરા અને સબ માઈનોરમાં ભરાઈ રહેલો કચરો, માટી, કાદવ દૂર કરી ચોખી સબ માઈનોર કરવામાં આવે તો સબ માઈનોરના પાણીના પ્રવાહને અવરોધરૂપ ના બની શકે. બીજી સિઝન શિયાળાની ચાલુ થાય એ પહેલાં ઠાસરા મહી કેનાલના – સત્તાવાળાઓએ અંઘાડી સબ માઈનોરના ગેટ તૂટી ગયેલાને રિપેર કરાવે અને ગેટ પાસે પડેલું આર.સી.સી.નું ગાબડું પણ રિપેર કરાવવાની તાતી જરૂર છે જેથી · પાણીનો વ્યય થતો અટકી શકે.