મહેસાણા જિલ્લામાં અવારનવાર વરલી મટકા ,ક્રિકેટ સટ્ટા બેટિંગ, જુગારધામ ,જેવા ગેરકાયદેસર ગુનાહીત પ્રવૃતિ સાથે જોડાયેલા ઈસમોને પોલીસ રેડ કરી ઝડપી લેતી હોય છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો ક્રિકેટ સટ્ટા પોલીસના ડર વિના ગમે તે સ્થળે સટ્ટાબેટિંગ કરી તગડી કમાણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા લોકોને મહેસાણા એલસીબીએ ફરી એકવાર રેડ મારીને દબોચી લીધા છે. જેમાં મહેસાણા શહેરમાં તિરૂપતિ ફલેટમાંથી ક્રિકેટ સત્તા બેટિંગ રમતા ત્રણ ઈસમોને પોલીસે અંગે હાથ ઝડપી પાડ્યા છે.

મહેસાણા એલસીબીને માહિતી મળી હતી કે શહેરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલા તિરુપતિ ફ્લેટ રૂમ નં. 702 ભાડે રાખી રાકેશ કુમાર ગોવિંદભાઇ ચૌધરી રહે.પ્રતાપ ગઢ વાળો પોતાના મિત્રો ચૌધરી પ્રફુલ નરેન્દ્રભાઇ તેમજ ચૌધરી સંજય ગોવિંદભાઇ ભેગા મળી લેપટોપ પર ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા હોવાની જાણ એલસીબી ને થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે તિરુપતિ ફ્લેટ નં. 702માં જુગારીઓ ઓસ્ટ્રેલિયાના પર્થમાં ચાલતી ડોમેસ્ટિક વન ડે સીરીઝની વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન થતા કવિન્સલેન્ડ ક્રિકેટ મેચ થતા અન્ય ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ પોતાના લેપટોપમાં એપથી જોઈન કરી સટ્ટા બેટીંગ રમાડી હિસાબો રાખતા પોલીસે સમગ્ર બાતમી મળતા દરોડો પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે ટીમ રેડ કરવા પહોંચી ત્યારે દરવાજો ખખડાવતા અંદરથી દરવાજો ખુલ્યો નહોતો. બાદમાં દરવાજો ખોલતા પોલીસ હોવાની જાણ થતાં રૂમમાં રહેલા ઈસમોએ લેપટોપ થેલામાં ભરી સાતમા માળેથી બારી બહાર ફેંકી દીધા હતા. લેપટોપ તૂટી ગયા હતા.તપાસ માં જાણવા મળ્યું કે જુગારીઓ ફેર એકચેન્જ નામની એપ માં ક્રિકેટ સટ્ટાના ભાવ અપડેટ કરી એન્ટ્રીઓ કરતા. રેડ દરમિયાન ત્રણ ઈસમો ઝડપાઇ ગયા હતા પોલીસે જુગારીઓ પાસે રહેલા ફોન ચેક કરતા તેમાં પણ FUN365 exch નામની એપ ચાલુ જોવા મળી હતી પોલીસે હાલમાં કુલ 41 હજાર 300 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી