ખેડા જિલ્લાના શેનસાહ ગણાતા હજરત ખ્વાજા મહેમુદ દરિયા દુલ્હા ના 503 માં ઉર્ષ નું આજ થી આરંભ વીરપુર ખાતે થયો છે આજે દસમી નો પર્વ અને આવતી કાલે અગિયારમી મનાવવા માં આવશે જેમાં સંદલ પેસ કરી ઉર્ષ નો આગજ કરવામાં આવશે
હજરત ખ્વાજા મહેમુદ દરિયાદુલ્હા નું આ ઉર્ષ વર્ષો થી પરંપરાગત રીતે ઊજવવા મા આવે છે જેમાં સમગ્ર ગુજરાત નું મહેરામણ ઉમટી પડે છે અને ખાસ વાત કરીએ તો ખ્વાજા મહેમુદ દરિયાદુલ્હા ના મઝાર પર શારીરિક અને માનસિક તકલીફો ઉપરાંત ભૂત પ્રેત નો નાશ થાય છે .ઉર્ષ દરમિયાન 2 દિવસ નો મોટો મેળો પણ ભરાય છે જેમાં ગુજરાત બહાર થી લોકો આવી ને સમાન ના પાથારા અને દુકાનો લગાવે છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા