શહેરમાં બનતી ગુનાખોરી અટકાવાનું અને ગુનેગારો ને પકડવાનું પોલીસનું મુખ્ય કામ છે...પણ હવે અમદાવાદ પોલીસ તેનાથી પણ આગળ વધી છે.અમદાવાદ ઝોન 2 પોલીસ દ્વારા યુવાનો નશા ની લતે ના ચડે કે પછી બેરોજગાર ના રહે તે માટે આગલ આવી છે

.ઝોન 2 પોલીસ દ્વારા આધાર સ્તભ નામનો કાર્યક્રમ માધુપુરા ખાતે યોજાયો .જેમાં અદાણી ફાઉન્ડેશન સાથે મળીને યુવાનોને કારકિર્દી ઘડતર માટે રસ્તો બતાવામાં આવ્યો હતો. રથયાત્રા દરમ્યાન ઝોન 2 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન કારજ ,શાહપુર, સાબરમતી ,માધુપુરા,રાણીપ,ચાંદખેડા ,સહિતના પોલીસ સ્ટેશન ના વિસ્તારના યુવાનો ની યુથ કમિટી ની રચના કરવામાં આવી હતી.. યુથ કમિટી ને પોલીસ દ્વારા કોઈ પણ પરીક્ષા માટે ,નાના મોટા ધધા માટે ,તેમજ અભ્યાસ અંગે મદદ કરવા પોલીસ તત્પર હોય છે.જેમા ઝોન-૨ વિસ્તારના ૧૮ થી ૪૦ વર્ષ સુધીના હિન્દુ તથા મુસ્લીમ સમાજના આશરે ૫૦૦ જેટલા યુવા-યુવતિઓએ ભાગ લીધેલ હતો.આજે આ યુથ કમિટી ના 4૦૦ જેટલા સભ્યો ઝોન 2 પોલીસ દ્વારા અદાણી ફાઉન્ડેશન સાથે મળીને સ્કિલ ડેવલોપમેન્ટ ના 75 પ્રકારના કોર્સ અંગે માહિતી આપવામાં આવી .જેથી કરીને આ કોર્સ અંગે યુવાનો માહિતી મેળવી શકે અને પગભર થાય.જેનાથી નશાના રવાડે કે પછી અન્ય બીજી લતો થી યુવાનો ને બચાવી શકાય.તેમજ અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ ગ્રુપના ચીફ ઓપરેશન ઓફિસર (COO) જતીનભાઇ ત્રિવેદી તથા અદાણી વિધા મંદિરના ડાયરેકટર કુંતલભાઇ સંઘવી તથા અદાણી ગ્રુપના સંજયભાઇ શાહ તથા અદાણી ઓપરેશન હેડના અમીતભાઇ ઠકકર તથા અદાણી કલ્સટર હેડના જીગ્નેશભાઇ જોષી નાઓએ યુવાનોને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપ તથા પોતાના કુટુંબના આધાર સ્તંભ બની શકે તેવા ૭૫ થી વધુ સ્કીલ ડેવલોપમેન્ટ સર્ટીફિકેટ કોર્ષીષ વિશે માર્ગદર્શન પુરૂ પાડયું. આ ઉપરાંત સેમીનારના અંતમા યુથ કમીટીના સભ્યોને E-FIR વિશે પણ માર્ગદર્શન આપવામાં આવેલ છે