અમરેલીના મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં અમરેલી જેલમાંથી વચગાળાના જામીન પરથી છ વર્ષથી નાસતા ફરતા કેદીઓ( ૧ ) રવિન્દ્ર ઉર્ફે રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ ( ૨ ) વિજય શામજીભાઇ ધામત ( ૩ ) જગદીશ શામજીભાઇ ધામત અને ( ૪ ) કિશન ઉર્ફે કાનો સુરેશભાઇ દવે એમ કુલ ચાર આરોપીઓ ને રાજસ્થાનના ઉદયપુરથી પકડી પાડતી અમરેલી એલ.બી.સી. ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્લોટમાં રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ , ઉવ .૧૭ નાને કોઇ અજાણ્યા શખ્સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા ઋષિકેષના પિતા પાસે રૂ .૩૫ લાખની માંગણી કરેલ હતી . સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા ઋષિકેષના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્દ્ર ઘનશ્યાષમભાઈ ભટ્ટ , રહે.લીલીયા તથા વિજય શામજીભાઇ ધામત , રહે.સુરત વાળાઓ ને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્લાન કર્યો હતો . બનાવના દિવસે રવિન્દ્ર અને વિજયએ તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી ઋષિકેષનું અપહરણ કરેલ ઋષિકેષને મુક્ત કરવાના બદલામાં રૂ .૩૫ લાખની માંગણી કરેલી . બાદમાં આ વાત જાહેર થઇ જતાં રોહીશાળા ગામ પાસેથી ગઢડા તરફના રસ્તે બે ગામ ગયા પછી એક દરગાહ પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે ઋષિકેષને બાવળની ઝાડીમાં લઈ જઈ ઋષિકેષને વિજયે પકડી રાખેલ અને રવિન્દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમા તથા વાસાના ભાગે મારી ઋષિકેષની હત્યા કરેલ હોવાનું જાણવા મળતાં આ અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. ૧૪/૨૦૧૩ , આઇ.પી.સી. કલમ ૩૬૪ ( ૬ ) , ૩૦૨ , ૧૨૦ ( બી ) મુજબનો ગુન્હો રજી . થયેલ હતો . જે ગુન્હાના કામે આરોપીઓ ( ૧ ) રવિન્દ્ર ઉર્ફે રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ ( ૨ ) વિજય શામજીભાઇ ધામત ( ૩ ) જગદીશ શામજીભાઇ ધામત અને ( ૪ ) કિશન ઉર્ફે કાનો સુરેશભાઇ દવે એમ કુલ ચાર આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ હતી . આ ચારેય આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું , અને આ ચારેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલમાં હતાં . આ કામે અમરેલી સેશન્સ કોર્ટ ખાતે કેસ ચાલુ હોય , તે દરમ્યાન આરોપીઓ વિરૂધ્ધ સજ્ડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય , જેથી ઉપરોક્ત પૈકીના આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ ઘનશ્યામભાઇ ભટ્ટને નામ.ગુજરાત હાઇકોર્ટમાંથી દિન -૮ વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુકત થયા બાદ તા .૧૮ / ૦૬ / ૧૬ ના રોજ અમરેલી જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે જેલમાં હાજર થયેલ નહીં અને ફરાર થઇ ગયેલ . આમ , પકડાયેલ આરોપી છેલ્લાં છ વર્ષથી નાસતો ફરતો હતો . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા વચગાળાની જામીન રજા પરથી છ વર્ષથી વચગાળાની રજા પરથી નાસતા ફરતા કાચા કામના કેદીને ગઇ કાલ તા .૦૪ ૧૧ ૨૦૨૨ ના રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લઇ અમરેલી જિલ્લા જેલ હવાલે મોકલી આપેલ છે . છ પકડાયેલ કેદીઃ રવિન્દ્ર ઉર્ફે રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ , ઉ.વ .૩૫ , રહે.મુળ લીલીયા , રામકૃષ્ણ સોસાયટી , શેરી નં .૧ , તા.લીલીયા , જિ.અમરેલી હાલ રહે.સાઉથ સુંદરવાસ , શ્યામવટી , ઉદયપુર ( રાજસ્થાન ) આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી