દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગાંધીધામમાં ભવ્ય રોડ શો
સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે આજ રોજ તારીખ ૫/૧૧/૨૦૨૨ શનિવાર આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલનો ગાંધીધામ મધ્યે ભવ્ય રોડ શો યોજાયો, રોડ શો કરી અરવિંદ કેજરીવાલે કચ્છ ની જનતાને સંબોધી આગામી વિધાનસભા જીતવાનું રણશીંગુ ફૂંક્યું
સમગ્ર કચ્છ ની જનતાને રોડ શો મા પધારવા માટે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું
આજે રોડ તરફ સૌ કોઈ રાજકીય વિશ્લેષકોની નજર હતી, ગાંધીધામની જનતા કેજરીવાલને કેટલો આવકાર આપે છે તે તરફ લોકોની નજર મંડાઈ રહી હતી
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*