આગથળા પોલીસની ટીમે દારૂ ભરેલી ઈકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો દારૂ ગાડી સહિત .રૂ.૨,૯૮,૬૦૦/ નો મુદ્દા માલ જપ્ત કર્યો

 જે.આર.મોથલીયા, પૉલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે, ડો.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ તથા એસ.જે.ચૌધરી સર્કલ પો.ઈન્સ. ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ,

 એન.એચ.રાણા, પો.સબ.ઈન્સ. આગથળા પોલીસ સ્ટેશન માં ગઈકાલે હાજર હતા તે દરમ્યાન અ.પો.કોન્સ. લખીરામભાઈ માનાભાઈ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે રામસણ થી ખેરોલા તરફ એક સફેદ કલરની ઈકો ગાડી નં- GJ-08-CG-7156 વાળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે જે હકીકત આધારે પો.સ્ટાફના માણસો સાથે રામસણ થી ખેરોલા બાજુ આવતા રોડ ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન સદરે હકીકત વાળી ઇકો ગાડી નં.GJ-08-CG-7156 ની આવતાં કોર્ડન કરી પકડી પાડેલ અને સદરે ઇકો ગાડીમાં ઝડતી તપાસ કરતાં ગે.કા. અને વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ તેમજ બિયર ટીનની પેટીઓ નંગ-૨૩ કુલ બોટલ-ટીન મળી નંગ-૯૩૬ કી.રૂ.૯૩,૬૦૦/-ની તથા ઈકો ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કી.રૂ.૫૦૦૦/- એમ કુલ કી.રૂ.૨,૯૮,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઇકો ગાડીના ચાલક (૧) કૈલાશરામ ભેરારામ બિશ્નોઈ (પવાર) રહે.માલવાડા તા.ચિતલવાણા જી.જાલોર (રાજસ્થાન)વાળાને અટક કરી તથા રાજસ્થાનથી વિદેશીદારૂનો જથ્થો ભરાવનાર આરોપી નં-(ર) મનોહરસિંહ રાજપુત રહે.ચોરા તા.સાંચોર જી.જાલોર

(રાજસ્થાન) વાળાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. > બાતમી મેળવનાર

. શ્રી લખીરામભાઇ,અ.પો.કોન્સ.,આગથળા

- કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત

શ્રી એન.એચ.રાણા, પો.સબ.ઈન્સ.,આગથળા શ્રી રવજીભાઇ, એ.એસ.આઇ.,આગથળા

શ્રી વાલાભાઇ,હે.કોન્સ.,આગથળા શ્રી વિનોદભાઈ,પો.કોન્સ.,આગથળા

શ્રી કાનસિંહ,પો.કોન્સ.,આગથળા

શ્રી રમેશભાઇ,પો.કોન્સ.,આગથળા