વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન નંબર શરૂ કરાયોઃ હેલ્પલાઈનના ફોન નંબર- ૦૨૭૪૪ ૨૩૦૪૦૦ સંપર્ક કરી શકાશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે. ૧૩ ડીસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૯૦ મતદાન મથકોએ ચૂંટણી યોજાનાર છે. આ કામે ઉમેદવારો તેમજ મતદારોને જરૂરી માર્ગદર્શન સમયસર મળી રહે તે માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઈનનો ફોન નંબર ૦૨૭૪૪ ૨૩૦૪૦૦ છે. તેમ ૧૩ ડીસા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી એન.એચ.પંચાલે અખબારી યાદીમાં જણાવ્યું છે