વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના તળાવ પાસે એક ઇસમની ઓરડીમાં રેડ કરી હતી ત્યારે પોલીસે તેની પાસેથી ગેરકાયદે દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવી હતી જેથી કરીને એસ.ઓ.જી. ની ટીમ આરોપીને હથિયાર સાથે પકડીને આગળની કાર્યાવહી કરેલ છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે એસ.ઓ.જી.ના પીએસઆઈ કે.આર.કેસરીયા અને સ્ટાફ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા ત્યારે પીઆઇને મળેલ બાતમી આધારે રહીમ રાયધનભાઇ મીયાણા નામના શખ્સ પાસે હથિયાર છે જેટયહી કરીને પોલીસે મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીએ જઈને તેને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની પીસ્તોલ મળી આવી આવી હતી જેથી પોલીસે રહીમભાઇ રાયધનભાઇ મોવર જાતે મીયાણા (૩૮) રહે. વાંકાનેર વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દેશી બનાવટની ૧ પીસ્તોલ તેમજ જીવતા બે કાર્ટીઝ આમ કુલ મળીને ૧૦૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપી તેમજ મુદામાલ સોંપી દેવામાં આવેલ છે