વઢવાણ વિધાનસભા સીટ પરથી બે વખત ચૂંટણી લડેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું ધરી દેતા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જેમાં કોંગ્રેસના એઆઈસીસીના નેશનલ સેક્રેટરી અને જૂના કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસ દ્વારા આજે રાષ્ટ્રીય અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે.સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ સીટ ઉપર બે વાર ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા હિમાંશુ વ્યાસના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય ગરમાવો મચ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા હિમાંશુ વ્યાસ આજે સાંજે કમલમ ખાતે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. ત્યારે ભાજપ દ્વારા વઢવાણ સીટ ઉપર વાણીયા-બ્રાહ્મણની મેજોરીટી ધરાવતી સીટ હોવાથી ભાજપ વિધાનસભામાં હિમાંશુ વ્યાસને ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.