ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા ના દાતા ના કુટુંબીજનો ની શુભેચ્છા મુલાકાત ...
આજરોજ જેઓ ના નામ થી પ્રાથમિક શાળા ઓળખાય છે તેવા શ્રી ચીમનલાલ હંસરાજ દોશી ના સુપુત્ર ડૉ. વસંતભાઈ ચીમનલાલ દોશી નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ,શ્રી હેમ વસંતભાઈ દોશી તેઓના સુપુત્ર હાલ (કેલિફોર્નિયા આર્કિટેક) શ્રી ભરતભાઈ શાહ (તેઓના જમાઈ)શ્રી ભરતભાઈ દેવડા અને શ્રી મફતલાલ ચૌહાણ નિવૃત ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ નગરપાલિકા ડીસા જેઓએ ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળાની આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડૉ.વસંતભાઈ દોશીનું ભૂતપૂર્વ આચાર્ય શ્રી પ્રવીણભાઈ સાધુ ,સ્ટાફ અને બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી તેઓને સાફો, શાલ, ફુલહાર થી વિશેષ સન્માન કરવા માં આવ્યું. ત્યાર બાદ શ્રી હેમ વસંતભાઈ દોશી અને શ્રી ભરતભાઈ શાહ નું પણ પુસ્તક,શાલ, સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું .. આ પ્રસંગે તેઓને શાળાની સ્થાપના બાદ શાળા ની પ્રગતિની માહિતી શ્રી પ્રવીણભાઈ સાધુ દ્વારા આપવામાં આવી . શ્રી હેમ અને ડૉ. વસંતભાઈ ચીમનલાલ દોશી દ્વારા શાળા અને શાળાના પર્યાવરણને જોઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરવમાં આવી અને ભવિષ્યમાં કોઈપણ જાતની જરૂરિયાત હોય તો શાળાને મદદ કરવાની તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે તેઓએ શાળાના વિકાસ માટે રૂપિયા 11,000 દાન પેટે આપી પોતાની ઉદાર ભાવના વ્યક્ત કરી હતી.. શ્રી રાજુભાઈ ટાંક દ્વારા શાળા અને શાળાની ઉપયોગી માહિતિ આપી આભારવિધિ કરી હતી.. આ પ્રસંગે શ્રીમતી મધુબેન પટેલ, શ્રીમતી સરોજબેન પટેલ ,શ્રીમતી અરુણાબેન , ક્રિષ્નાબેન અને રીનાબેને હાજરી આપી હતી..
રિપોર્ટ ભરત ઠક્કર ડીસા