મહેસાણા : વિધાનસભાની ચૂંટણીને લઈને શુક્રવારના રોજ જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જિલ્લામાં પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટેની તંત્રની તૈયારીઓ અને સાત વિધાનસભા બેઠક પરના મતદારો અને મતદાન મથકોની માહિતી આપી હતી.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આખરી પ્રસિદ્ધ થયેલી નવીન મતદાર યાદીમાં આ વખતે નોંધાયેલા 17,000 જેટલા યુવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેને લઇ દરેક વિધાનસભા વાઇસ એક યંગ બુધ ઊભું કરવામાં આવશે જેમાં માત્ર યુવાન કર્મચારીઓ જ તેનું સંચાલન કરશે જિલ્લામાં નોંધાયેલા કુલ 1866 અને 3 પૂરક મતદાન મથક પૈકી વન થર્ડ એટલે 622 જેટલા મતદાન મથકો સંવેદનશીલ રહેશે

જ્યારે પોતાનું બાળક લઈને મતદાન કરવા આવતી મહિલાઓ મતદાન કરવા માટે લાઈનમાં ઉભી હોય તે સમયે દરેક મતદાન મથકે એક ઘોડીયા સાથે તે બાળકની સાર સંભાળ કરવા માટેની સૌપ્રથમ વાર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 2017ની ચૂંટણીની સાપેક્ષમાં ચાલુ ચૂંટણીમાં 75 ટકા મતદાન કરવા માટે વહીવટી તંત્ર પૂરેપૂરો પ્રયત્ન કરશે નું જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું. ખર્ચ નિરીક્ષણ સેલના નોડલ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશે આ વખતે ઉમેદવારની ખર્ચ મર્યાદા 40 લાખ રૂપિયા કરવામાં આવી હોવાને સાથે તમામ ઉમેદવારને ખર્ચ નિભાવણી માટે એક રજીસ્ટર તંત્ર દ્વારા આપવામાં આવશે.

જેમાં તમામ ખર્ચનો ઉલ્લેખ અને નિભાવ કરવાનો રહેશે સમગ્ર વિધાનસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્વક રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા અટકાયતી પગલા અને પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં 38 જેટલી સીઆરપીએફની કંપનીઓ 2400 હોમગાર્ડ અને 2340 પોલીસ બંદોબસ્તમાં રહેશે નું જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી એ જણાવ્યું હતું.

વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષનો ઉમેદવાર ટેકેદાર કે મંત્રી દ્વારા રાજકીય પ્રવૃત્તિ માટે પ્રાથમિક માધ્યમિક કે પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજો અને વ્યવસાયિક શિક્ષણ આપતા સંકુલો મકાનો અને સ્થળોનો ઉપયોગ થઈ શકશે નહીં અલબત ચૂંટણી પ્રચારના હેતુ માટે મેદાનો ઉપલબ્ધ ન હોવાથી શાળા અને કોલેજના મેદાનો નો ઉપયોગ કરવા માટે મુખ્યત્વે શાળા અને કોલેજોના શૈક્ષણિક સમય પત્રકને કોઈપણ સંજોગોમાં અસર થવી જોઈએ નહીં વ્યવસ્થાપકો ને વાંધો હોવો જોઈએ નહીં .

વ્યવસ્થાપક મંડળ અને સબ ડિવિઝનલ ઓફિસની અગાઉથી મંજૂરી લેવી પડશે અને રાજકીય પક્ષોને ઉમેદવારોએ જો મેદાનોનો પ્રચાર કરવા માટે ઉપયોગ કરવાનો હોય તો કોઈપણ નુકસાન વગર સંસ્થાની પરત સોંપવું પડશે અને જો કોઈ નુકસાન થયું હોય તો તેનું વળતર પણ ચુકવવું પડશે સહિતની પાંચ શરતોનું પાલન કરવું પડશે.

C- vigil એપ્લિકેશનમાં 5 ફરિયાદો નોંધાઈ
ચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ ઘેર બેઠા જ ફોટો સાથેની આચાર સહિતા સહિતની ફરિયાદ કરવા માટે લોન્ચ કરવામાં આવેલી c- vigil એપ્લિકેશનમાં કડીની ચાર અને વિજાપુરની એક મળી કુલ પાંચ ફરિયાદો નોંધાઈ હતી. તેમાં ચાર રાજકીય પોસ્ટર અને બેનર લગાવ્યા હોવાની હતી અને કડીમાં એક સોસાયટીના ગેટ આગળ ભાજપ પક્ષનો સિમ્બોલ લગાવવાની ફરિયાદ થઈ હતી. એક ફરિયાદ માત્ર 33 મિનિટમાં એમ 100 મિનિટમાં તમામ પાંચ ફરિયાદોનો નિકાલ તંત્રએ કર્યો હતો