અમદાવાદ

આજકાલ સોશિયલ મીડિયાનું દુષણ વધતું જતું જઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. સોસીયલ મીડિયા થકી કેટલાક લોકો બદનામ કરવાના કાવતરા રચતા હોય છે.ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ફેક પ્રોફાઈલ બનાવીને 2 છોકરીઓને મેસેજ કરી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો પીછો કરનાર આરોપીની સાયબર ક્રાઈમેં ધરપકડ કરી હતી.
ઈસનપુર વિસ્તારમાં રહેતી બે છોકરીઓને અમદાવાદ ઈસનપુર રમ્યકુંજ વિસ્તારમાં જ રહેતો અજાણ્યા વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવીને આ બંને છોકરીઓને મેસેજ કરતો અને સોશિયલ મીડિયા મારફતે સતત તેમનો પીછો કરતો હતો. તે નાની બહેનને ખોટી રીતે સમાજમાં બદનામ થાય તેવા પ્રયત્નો કરતો હતો.જેથી છોકરીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલિસે ટેક્નિકલ એનાલિસિસ અને ફેક ઇન્સ્ટા આઈડી પરથી જરૂરી માહિતી મેળવી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર આરોપી જસ અમિત કુમાર વર્માની ધરપકડ કરી હતી.આરોપી યુવકે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, આરોપી અને ફરિયાદી છોકરી બંને એક જ વિસ્તારમાં રહેતા હતા તેથી ફરિયાદીની નાની બેહેન સાથે સંપર્કમાં આવ્યા હતા અને બંને સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરતા હતા પરંતુ આ દરમિયાન ફરિયાદીની નાની બહેનને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો અને ફરિયાદીની નાની બહેન વાત-ચીત કરતી ન હોવાથી આરોપીએ તેમની સાથે વાત-ચીત કરવા માટે અલગ-અલગ ફેક આઈડી બનાવી હતી.