ઠાસરા નગર અને હાઈવે પર ઢાંકણા વગરની ગટરો
ડાકોર તરફથી આવતા સેવાલિયા ગોધરા તરફ જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર ડાબી બાજુના રસ્તાની બાજુએ બનાવેલી ગટર જર્જરીત થઈ ગઈ છે. ગટરના બાંધકામના સળીયા બહાર નીકળી ગયેલા છે. ઠાસરાના રેલ્વે સ્ટેશન પાસે આવેલી શિવશક્તિ સોસાયટીના નાકે આવેલી ગટરના સ્લેબ તુટી જતાં ઘણાં પ્રાણીઓ અને માણસો આ ડાંકણાં વગરની ગટરમાં પડે છે, ત્યારે માણસોના હાથપગ ભાગે છે. ઠાસરા નગરની જે.એમ. દેસાઈ હાઈસ્કુલના વચ્ચેનાં દરવાજા પાસે પણ ગટરના ઢાંકણાં તુટી ગયા છે. આ રાજ્ય ધોરી માર્ગ ઉપરની ગટરો એક બે વર્ષ પહેલાં બનાવેલ રસ્તાના ગટર જર્જરીત બની જવા પામી છે. માતંગી સોસાયટી થી રામ પાર્ટી પ્લોટ સુધીના આમ લગભગ બે કિલોમીટર અંતર માં સ્ટેટ હાઈવેની ગટરો રોડના લેવલથી ઉંચી બનાવતા તેમજ ખુલ્લા ગટર ના ઢાંકણા ને કારણે વાહન ચાલકોને તકલીફ વેઠવી પડે છે.
રીપોર્ટર અનવર સૈયદ ઠાસરા.. ખેડા..