આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ઈન્દ્રનીલ રાજગુરુના બળવાથી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડી શકે છે. બરાબર ચૂંટણીના સમયે રાજયગુરૂ નાં આવા પગલાને કારણે કોંગ્રેસને મોટો ફાયદો થાય તો નવાઈ નહીં.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાતનો સૌરાષ્ટ્ર એવો વિસ્તાર છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીના નો જંગ જામે છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી અહીં ભાજપને પણ ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી માટે મુસીબતો વધી રહી છે.

ઈન્દ્રનીલ રાજગુરુ આ વિસ્તારના મોટા નેતા રહ્યા છે અને તેમની ઘર વાપસી નાં કારણે આમ આદમી પાર્ટી માટે લડવું મુશ્કેલ બનશે. ઈન્દ્રનીલ રાજગુરુનો પ્રભાવ જોઈએ તો તેઓ 2012માં રાજકોટ પૂર્વ બેઠક પરથી જીત્યા હતા અને ત્યારબાદ 2017માં તેમણે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને પણ પડકાર ફેંક્યો હતો. એટલું જ નહીં તે ચૂંટણીમાં પણ બરોબારીની ટક્કર આપી હતી. ઈન્દ્રનીલ રાજગુરુ, એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન, એક શ્રીમંત નેતા છે અને સ્થાનિક સ્તરે તેમનો સારો પ્રભાવ રહ્યો છે. તેથી તેમની એકઝીટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ઝટકો મળી શકે છે. તો સાથે શક્ય છે કે કોંગ્રેસને અહીં ફાયદો થઇ શકે છે.