ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા 35 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોલીસ આવાસોનું લોકાર્પણ
રાજ્યના પોલીસ જવાનોની રક્ષા કાજે નિરંતર ચિંતીત રહેતી ગુજરાત સરકાર દ્વારા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ જવાનોના પરિવારજનોની પણ દરકાર કરવાની કામગીરી પણ હાથ ધરી છે. જેના ભાગરૂપે આજરોજ 35 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોલીસ આવાસોનું પણ લોકાર્પણ થયું.