૭૫.૩૨ હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા શિયાળબેટ ટાપુમાં ૪,૭૫૭ મતદારો : ૫ બુથ પર આશરે ૫૦ કાર્યકારીઓ પોતાની ચૂંટણી ફરજ બજાવશે મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી તેવા શિયાળબેટ ટાપુ પર " કોઈ મતદાર બાકી રહે નહિ " તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન અમરેલી , તા .૪ નવેમ્બર , ૨૦૨૨ ( શુક્રવાર ) અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં શિયાળબેટ ટાપુ એ વિશિષ્ટ મતદાન મથક છે અને ત્યાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૫ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે . ૯૮ - રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા શિયાળબેટ એ અરબી સમુદ્રમાં આવેલ નાનો ટાપુ છે , જે અમરેલી જિલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે . શિયાળબેટ ગામ ૭૫.૩૨ હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું છે . જેમાં ૮૩૨ જેટલા મકાનો છે . મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે . શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે . બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી . આસિ ઝોનલ ઓફિસર , સુરક્ષા કર્મચારી , મતદાન સ્ટ્રાફ , બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત આશરે ૫૦ કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં ૪,૭૫૭ મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે . પંચની માર્ગદર્શિકાને અનુસરીને ૦૫ મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે . તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી " કોઈ મતદાર બાકી રહે નહી " તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે .

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.