વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં અલંગ પોલીસ અધિકારી દ્વારા આર્મી અને પોલીસ જવાનોને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને તારીખ સત્તાવાર જાહેર કરી દેવામાં આવી છે જેને લઈને આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા એ ચી ડામોર દ્વારા આજે પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેની સાથે અલંગ પોલીસ મથકના વિવિધ પોલીસ કર્મચારીઓનો કાફલો અને આર્મીના જવાનો પણ સાથે જોડાયા હતા અને અલંગ પોલીસ મથક નીચે આવતાં રામ સરોવર,મથાવાડા, ભારાપરા જેવા જુદા જુદા વિસ્તારોમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને તેમા લોકોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી