સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીઓએ યુવાનોનુ શોષણ કરી અને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ચેટીંગ કરી અને મૈત્રી સંબંધો બાંધી અને લાલચો આપી યુવાનોને ફસાવતા હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આ રીતે આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામનો યુવાન અમિત દેવજી નામનો યુવાન જામ ખંભાળિયાના ધરમપુર ગામની યુવતી સાથે સોશિયલ મીડિયામાં તેની સાથે ઓળખાણ કરી અને બંનેઓ નેટ મારફતે પ્રેમ પ્રકરણ થયુ હતુ. ત્યારબાદ પરિણીત યુવતીએ મુળી તાલુકાના સરલા ગામના યુવાન સાથે મૈત્રી કરાર કરી અને થોડા દિવસો સાથે રહી તેને છોડી અને તેના પતિ પાસે જતી રહી હતી.મુળી તાલુકાના સરલા ગામના અમિત દેવજી સુસાઇડ નોટ સાથે પોલીસ મથકની પાછળના ભાગમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી.ત્યારે સુસાઇડ નોટના આધારે જામખંભાળિયાના ધરમપુર ગામની યુવતી હિરલ દીપકભાઈની ધરપકડ મૂળી પોલીસે કરી હતી. અને તપાસ બાદ આજે હિરલ દીપકભાઈને જેલ હવાલે કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.