પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. જે સૂચનાના આધારે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીઓનાં ગુન્હાઓમાં પકડાયેલ સોહિલ ઉર્ફે નન્નો હનીફભાઇ કળદોરીયા રહે.૧૪ નાળા,ઘોઘા રોડ, ભાવનગરવાળો સાગર કોમ્પ્લેકસની દિવાલ બાજુ ટાઉનહોલનાં બગીચામાં બેસેલ છે. તેની પાસે રોકડ રૂપિયા,મોબાઇલ ફોન તથા ચાંદીનાં દાગીનાં છે. જે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં *સોહિલ ઉર્ફે નન્નો હનીફભાઇ કળદોરીયા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.૧૪ નાળા,ઘોઘા રોડ, ભાવનગર*વાળો હાજર મળી આવેલ. તેની અંગજડતી કરતાં પેન્ટનાં ખિસ્સામાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ. આ અંગે તેની પાસે આધાર-બિલ માંગતાં તે ફર્યું-ફર્યું બોલતો હોય.તેણે આ તમામ વસ્તુઓ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરવામાં આવેલ. આ મજકુર ઇસમની પુછપરછ કરતાં ગઇ મોડીરાતનાં રસાલા કેમ્પ વિસ્તારમાં અલગ-અલગ ચાર-પાંચ જગ્યાએ ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત કરેલ. જેથી આગળની કાર્યવાહી થવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. પોલીસ ઇન્સ. પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. કે.એમ.પટેલ, બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તેમજ ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા સહિતના સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા.