વડાલી તાલુકા શાળા નંબર 1 ખાતે નગરપાલિકા પ્રમુખ ના હસ્તે ધ્વજવંદન કરાયું.

આજે સમગ્ર દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ની *વડાલી તાલુકા શાળા નંબર 1માં.

 આજરોજ 76 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી.

*વડાલી નગરપાલિકા ના પ્રમુખ શ્રી મતી હંસાબેન સગર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

જેમાં વડાલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જૈમિન ચૌધરી. કારોબારી અધ્યક્ષ શ્રી જયદીપ સિંહ હડિયોલ પાલિકા ઉપ પ્રમુખ જીતુભાઇ પટેલ. પાણી પુરવઠા ચેરમેન કે ડી પરમાર સાથે નગરપાલિકા સદસ્યો પાલિકા કર્મચારીઓ વેપારી વર્ગ ખાશ હાજર રહ્યો હતો 

શાળા ના ઉત્સાહી આચાર્ય શ્રી દિનેશભાઇ પરમાર શાળા ના SMC અધ્યક્ષ મેમન ફારૂકભાઈ ગોલ્ડન તથા શાળા સ્ટાફે આવનાર તમામ મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

વરસાદી માહોલ હોવા છતાં મોટા પ્રમાણમાંબાળકો..વાલીઓ..તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

*શાળા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.*

રિપોર્ટર મોહસીન મેમન વડાલી સાબરકાંઠા