સુરત શહેરના છેવાડે નિયોલ ચેક પોસ્ટ પાસેથી સારોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક વિદ્યર્મીને પકડી પાડયો.
શહેરના છેવાડે નિયોલ ચેક પોસ્ટ પાસેથી સારોલી પોલીસે 80 લાખનો એમડી ડ્રગ્સ સાથે એક વિદ્યર્મીને પકડી પાડયો હતો. પકડાયેલા વિદ્યર્મીનું નામ મોહંમદ અહેમદ ઉર્ફે મોનુ(35) છે અને તે મુંબઈમાં ખાતે રહે છે. અગાઉ તે રાંદેરમાં રહેતો હતો. આથી રાંદેરના ડ્રગ્સ માફીયાના સંપર્કમાં હતો. મુંબઇથી ટ્રાવેલીંગ બેગમાં 800 ગ્રામ એમડી ડ્રગ્સ પ્લાસ્ટીકની થેલીમાં વિટાળી ચાદરમાં છુપાવીને લાવ્યો હતો.
પરવટ પાટિયા ખાતે એમડીની ડિલિવરી આપવાનો હતો તે પહેલા સારોલી પોલીસે તેને બુધવારે મોડીસાંજે પકડી પાડયો હતો. એમડી ડ્રગ્સ તે મુંબઈથી લકઝરી બસમાં લઈને આવ્યો હોવાની આશંકા છે. સુરતમાં રાદેરમાં રહેતા ડ્રગ્સ માફીયાને પરવટ પાટિયા ખાતે ડીલીવરી આપવાનો હતો. હાલમાં સારોલી પોલીસે ગુનો નોંધવા માટેની તજવીજ શરૂ કરી છે.