વિધાનસભા ચૂંટણી જાહેર થતા જસદણ ગ્રામ્ય સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાય Dysp,PI, હાજર રહ્યા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ  ગોંડલ ડિવિઝન તથા જસદણ પોલીસ સ્ટેશનના નવા આવેલા પોલીસ ઇન્સ. પી.બી. જાની સાહેબ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણ પો.સ્ટે.ના 12 માણસો તથા સીઆરપીએફના 30 જવાનો દ્વારા ત્રણ સરકારી વાહનો સાથે પો.સ્ટે. વિસ્તારના છ સંવેદનશીલ ગામડા ભડલી આંબરડી, સોમલપર, વડોદ, શિવરાજપુર અને ગોડલાધાર ગામની મુલાકાત કરવામાં આવી તેના સંવેદનશીલ બિલ્ડીંગ તથા બુથની મુલાકાત કરવામાં આવી અને ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી તથા ગામના સરપંચ તથા વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી.