ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ મોવડીમંડળ સમક્ષ ઈતરકોમના આગેવાનો તેમજ કાર્યકરોએ માંગ કરી છે કે,આ વખતે ધાનેરા બેઠક પર ઈતરકોમના યોગ્ય અને મજબુત કાર્યકરની ધારાસભ્યની બેઠક માટે પસંદગી કરવામાં આવે,જો આ વખતે પણ જુના જોગીઓ માંથી જ લાગવગના જોરે ટીકીટની ફાળવણી કરવામાં આવશે તો કોંગ્રેસનો ગઢ ગણાતી ધાનેરા વિધાનસભાની બેઠક કોંગ્રેસને ખોવાનો વારો આવશે તેવું ઈતરકોમના મતદારોના મિજાજ પરથી લાગી રહ્યું છે.શુ કોંગ્રેસ મોવડીમંડળ ઈતરકોમના ઉમેદવારની પસંદગી કરશે ખરા?