તા .૦૩ / ૧૧ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . જે અન્વયે મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયા તથા ભુપતભાઇ જેઠસુરભાઇ બસીયા રહે.બન્ને બાબરા , પટેલ સંકુલ પાછળ આવેલ સીમ વિસ્તારમાં મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયાની વાડીમાં આવેલ ઝુપડીમાં જુગારનો અડ્ડો ચલાવી , પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી , ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે , તેવી ચૌકકસ બાતમી આધારે ગઇ કાલ તા .૦૨ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર ધામ પકડી પાડી , કુલ - ૮ ઇસમોને રોકડ રકમ , વાહન , મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝપડી લઇ , તમામ સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . → પકડાયેલ આરોપીઃ ( ૧ ) મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયા , ઉ.વ .૪૨ , રહે.બાબરા , વેલનાથ પરા , તા.બાબરા , જિ.અમરેલી . ( ૨ ) શૈલેષભાઇ નાજાભાઇ આહલગામા , ઉ.વ .૩૪ , રહે.ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી . (૩) મનજીભાઈ મોહનભાઈ વાટુકિયા ઉ.વ.૩૫,રે. ખંભાળા, તા..બાબરા , જી.અમરેલી,( ૪) મનજીભાઇ મોહનભાઇ વાટુકીયા , ઉ.વ .૩૫ , રહે . ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી , ( ૫ ) ભરતભાઇ બચુભાઇ રાઠોડ , ઉ.વ .૫૨ , રહે.બાબરા , પોલીસ સ્ટેશન પાછળ , તા.બાબરા , જિ.અમરેલી , ( ૬) અરજણભાઇ જગાભાઈ પરમાર , ઉ.વ .૪૫ , રહે . લુણકી , વાંડળીયારોડ , તા.બાબરા , જિ.અમરેલી . ( ૭ ) મગનભાઇ બચુભાઇ રાવોલીયા , ઉ.વ .૪૨ , રહે.ખંભાળા , રામજી મંદિરની બાજુમાં , તા.બાબરા , જિ.અમરેલી ( ૮) અતુલભાઇ કેશુભાઇ સાકરીયા , ઉ.વ .૪૯ , રહે.ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી . ( ૯ ) મીઠાભાઇ ધુડાભાઇ મેર , ઉ.વ .૩૪ , રહે.ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી . → પકડવાના બાકી આરોપીઃ ( ૯ ) ભુપત ભાઈ જેઠસુરભાઈ બસિયા રે. બાબરા, જી.અમરેલી. પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૧૫,૪૫૦ / - તથા મોબાઇલ ફોન નંગ -૭ કિં.રૂ .૩૫,૦૦૦ / -તથા મોટર સાયકલ – ૩ કિ.રૂ .૬૦,૦૦૦ / તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ કિ.રૂ .૧,૧૦,૪૫૦ / - નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે . 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.