મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સાત માસ અગાઉ પ્રોહીબિશનના ગુનાને લગતી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપી ઝાલા અર્જુન પોલીસને ચકમો આપી સાત માસથી નાસ્તો ફરતો હતો. જેણે મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમી આધારે વરસોડા ગામથી ઝડપી લીધો હતો.

વધુ તપાસ માટે કડી તાલુકા પોલીસ મથકમાં સોંપાયો
મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી કે, કડી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઝાલા અર્જુનસિંહ ઉર્ફ દિલુભા પોતાના ગામ વરસોડા આવ્યો છે. એવી બાતમી મળતાં જ મહેસાણા પેરોલ ફ્લોની ટીમ વરસોડા ગામે જઇ આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં તેનું વેરિફિકેશન કરી વધુ તપાસ માટે કડી તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.