ગત તા. ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે જે દુર્ઘટના સર્જાઈ તેને અનુલક્ષીને આ વર્ષે લોહાણા મહાજન, કેશોદ દ્વારા પૂજય જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતિ કોઈપણ પ્રકારના પ્રદર્શન વિના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુ ખૂબ જ સાદગીથી શાંતિમય રીતે ઉજવવામાં આવી. આ વર્ષે શોભાયાત્રા તેમજ અન્ય પ્રદર્શનના કાર્યક્રમો લોહાણા મહાજન, કેશોદ દ્વારા રદ્દ કરવામાં આવેલ હતા. તા.૩૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૯ સુધી કેશોદ શહેરના ૫,૦૦૦ થી વધુ જલારામ ભક્તોએ પ્રસાદીનો લાભ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે લીધો હતો. પ્રસાદીની શરૂઆત કરતા પહેલા મોરબી ખાતેના મૃતકોને લોહાણા મહાજન, કેશોદ તેમજ હાજર તમામ જ્ઞાતિજનોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસાદીનું આયોજન કેશોદ શહેરના લોહાણા જ્ઞાતિના જલારામ ભક્તો માટે લોહાણા જ્ઞાતિના દાતાઓના સાથ સહકારથી જ કરવામાં આવેલ હતું જેથી અન્ય જ્ઞાતિના જલારામ ભક્તોનો ફાળો લોહાણા મહાજન, કેશોદ દ્વારા સ્વીકાર થઈ શકે તેમ ન હોય દિલગીરી વ્યક્ત કરે છે. આ પ્રસંગે કેશોદ શહેરના ડી. વાય.એસ.પી. ઠક્કરસાહેબ, પી.આઇ. કોલી સાહેબ, મામલતદારશ્રી લુક્કા સાહેબ તેમજ જ્ઞાતિના આગેવાનો ગોવિંદભાઈ દેવાણી, ડો. અજયભાઈ સાંગાણી, એડવોકેટ ડી.ડી. દેવાણી, ભીખુભાઈ ગોટેચા વગેરે ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી હોસ્પિટલ, કેશોદના ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારાએ કરેલ હતું.