વિધાનસભા ચૂંટણી સંબધિત કામગીરી અને સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે કર્યું નિરીક્ષણ

અર્બન મેટ્રો, ગીર સોમનાથ

ગીર સોમનાથ તા.૧૬ : ગીર સોમનાથમાં તા.૦૧\૧૨\૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ગીર સોમનાથ ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓએ ચાંડૂવાવ ખાતે આવેલી નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને કાઉન્ટિંગ રૂમ, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર જેવી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પાસેથી જાણકારી મેળવી અને જરૂરી સૂચનાઓ આપી હતી.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈ ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે અને આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તાર માટે નિયુક્ત થયેલા તમામ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે ઓબ્ઝર્વરશ્રીઓએ એન. જે .સોનેચા કોલેજ ચાંડુવાવ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે સર્વે ઓબ્ઝર્વરશ્રીઓએ સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમનું જાત નીરીક્ષણ કર્યુ હતું તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર જાની, ૯૦- સોમનાથ ચૂંટણી અધિકારી શ્રી સરયુબા જસરોટીયા સહિતના અધિકારીશ્રીઓએ ચૂંટણીલક્ષી જાણકારીઓ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારીઓ પૂરી પાડી હતી.