ગિરનારની પરિક્રમાને ગણતરીના દિવસો બાકી

છે. આગામી દિવસોમાં પરિક્રમા નજીક આવી

રહી છે. હિન્દુ ધર્મનું આસ્થા કેન્દ્ર એટલે કે,

ગરવો ગઢ ગિરનાર, જ્યાં વર્ષોથી યોજાતી

ગિરનારની લીલી પરિક્રમા લાખો યાત્રાળુઓની

જનમેદની વચ્ચે યોજાય છે. એકાદશીથી પૂનમ

સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે.

ગિરનાર મંડળના તમામ સાધુ-સંતો દ્વારા લીલી

પરિક્રમાના રૂટ પરનો ચિતાર મેળવવામાં આવ્યો

હતો. પ્રથમ પરિક્રમાની ડોળી મારફત ચાલીને,

ગિરનાર મંડળના સાધુ-સંતો જેવાં કે, હરિગીરી

મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, મહેન્દ્રાનંદગીરી

મહારાજ, શૈલજાદેવીજી તેમજ ગિરનાર મંડળના

તમામ સાધુ-સંતો દ્વારા 36 કિ.મીની ગરવા

ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાના

રુટનું નિરીક્ષણ કરાયું હતું. પરિક્રમામાં આવતા યાત્રાળુ માટેની સુવિધા જેવી

કે, લાઈટ, પાણી અને આરોગ્યને લગતી મેડિકલ

સેવાઓ, શૌચાલયો, તેમજ રોડ-રસ્તા બાબતે

નિરીક્ષણ કરી ચિતાર મેળવી યાત્રાળુઓ માટે

ઘટતી સુવિધા પૂરી પાડવા વહીવટી તંત્રને અપીલ

કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલા ગિરનાર

મંડળના સાધુ-સંતો અને વહીવટી તંત્ર દ્વારા

પરિક્રમા રુટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરિક્રમામાં આવનારા ભાવિકો પ્લાસ્ટિકનો

ઉપયોગ ન કરેઃ ઇન્દ્રભારતીજી મહારાજ

ઇન્દ્રભારતીજી મહારાજે જણાવ્યું હતું કે,

આગામી તારીખ 4થી 8 સુધી લીલી પરિક્રમા

યોજાનારી છે. જેમાં લાખોની સંખ્યામાં

યાત્રાળુઓ ભાવ-ભક્તિ અને ભજનથી ભાથુ

ભરશે. પરિક્રમામાં આવનારા ભાવિકો કોઈપણ

પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને

પર્યાવરણને બચાવવા પોતાનો સહયોગ આપે.

ગરબો ગઢ ગિરનાર એટલે કે, પ્રકૃતિ સાથે

પરમેશ્વરનું સમન્વય છે. જ્યારે પરમેશ્વરના દર્શન

કરવા આવતા હોય ત્યારે પ્રકૃતિને સાચવવી એ

પણ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. ઉતારા મંડળને ભાવિકોએ પૂરતો સહયોગ

આપવો

વધુમાં જણાવ્યું હતું કે, ગીરના જંગલમાં વસતાં

વન્ય પ્રાણીઓને પણ કોઈપણ પ્રકારનો ખલેલ

ન પહોંચે તે પણ ખાસ દરેક ભાવિકોએ તકેદારી

રાખવી અને શિયાળાનો સમયને લઈ ગિરનાર

પરિક્રમામાં આવતાં ભાવિકો રસોઈ માટે જે ચૂલા

પ્રગટાવે છે તેમ જ ઠંડીને લઈ તાપણા કરે છે તેને

બીજા પડાવ તરફ જતા પહેલાં તાપણાને પાણી

કે ધૂળથી બુજાવવા જોઈએ. જેથી જંગલમાં

કોઈ આગની ઘટના ન બને ઉતારા મંડળો અન્ય

ક્ષેત્રો લાખોની સંખ્યામાં આવનારા ભાવિકોને

ભોજન અને પ્રસાદ વિનામૂલ્યે આપી ધન્યતા

અનુભવે છે. તો સૌ ભાવિકોએ તેને પૂરતો સાથ

સહકાર આપવો જોઈએ. ભોજન અને પાણીનો

બગાડ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી

જોઈએ. વહેલી પરિક્રમા શરૂ કરનારા લોકોને

પણ જે સમયે પરિક્રમા શરૂ થાય છે, તે દિવસથી

જ વિધિવત પરિક્રમા શરૂ કરવા અપીલ કરી

હતી.