આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 8 મી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં રાજુલા - જાફરાબાદ - ખાંભા-98 વિધાનસભામાં ભરત બલદાણીયાનું નામ જાહેર કરેલ છે. ભરત બલદાણીયા આહીર સમાજ માંથી આવે છે. રાજુલા વિધાનસભામાં આહીર સમાજનું  તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું લાગે છે.