ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં એક પૌરાણિક મસીયા મહાદેવનું મંદિર આવેલું છે. જે મહાદેવનું મંદિર ગધેસિંહજી રાજા વખતે બનાવેલું હતું. મસીયા મહાદેવનું મંદિર એટલે કે કોઈપણ વ્યક્તિને સફેદ કોડ નીકળ્યા હોય કે ચામડીનો કોઈ રોગ હોય અને હિંદુ ધર્મમાં માનવામાં આવતી બાધા અહીં રાખવામાં આવે તો એ સંપૂર્ણપણે મટી જાય છે અને અહીં બાધા સ્વરૂપે ગોળ ચડાવવામાં આવે છે. જે મંદિરનું આજરોજ ઉંઝાના મસીયા મહાદેવના નવનિર્માણથી ગામલોકો ખૂબ ખુશ થયાં છે.

આજરોજ ઊંઝા તાલુકાના મસીયા મહાદેવના મંદિરનું નવું નિર્માણ કરવાનું હોવાથી ગામ લોકોએ ભેગા થઈને આ મંદિરનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગામલોકોએ ભેગા થઈ નવું મંદિર બનાવવા માટે સાથ સહકાર આપ્યો હતો. નવું મંદિર બનશે એની ઊંચાઈ 51 ફૂટ રાખવામાં આવી છે. મસીયા મહાદેવ મંદિરના દર્શન કરવા માટે લોકો દુર-દુરથી આવે છે અને પોતાની મનોકામનાઓ પુર્ણ થાય એટલે બાધા સ્વરૂપે ગોળ ચડાવે છે.