સુરત શહેરના આમડેરા વિસ્તારમાં આવેલ ખુલ્લી જમીનમાં વાવેલા શેરડીના પાકમાં લાગી આગ.

આમંડેરા મુકામે મર્હુમ એડવોકેટ ગુલામભાઈ રાવતના 6 વીઘા ખેતરમાં શેરડી ઇલેક્ટ્રીક શોટ સર્કિટના કારણે સળગી બળી ગઈ. માંગરોલ જીઈબી ઓફિસમાં ગણોતે ખેતી કરી રહેલા અકબર યુસુફભાઈ રાવત દ્વારા ફરિયાદ કરવામાં આવી મોટામિયા માંગરોલ: માંગરોળ તાલુકાના આમનડેરા મુકામે બ્લોક નંબર 393 સર્વે નંબર 401 મર્હુમ એડવોકેટ ગુલામભાઈ રાવતનુ 6 વીઘા ખેતર આવેલું છે જેમાંથી ખેતરના વચ્ચોવચથી એગ્રીકલ્ચર ની લાઇન પસાર થતી હોય આ જમીન માંગરોળ ગામના ખેડૂત અકબર યુસુફભાઈ રાવત કે જેઓ ગણોત થી ખેડે છે આ ખેતરમાં કામરેજ સુગરની શેરડી હોય ગઈકાલે તારીખ 30/10/22 ના રોજ બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે સંપૂર્ણ બળી જવા પામેલ છે અને ખેડૂત ને નુકસાન થયેલ છે જે અંગેની લેખિત ફરિયાદ અકબરભાઈ રાવત દ્વારા જીઇબી માં આપવામાં આવેલ છે ખેતરમાં શેરડી સંપૂર્ણ બળી ગયેલ છે એમ અકબરભાઈ રાવતે જણાવેલ છે.