સુરત શહેરના મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ કરતા પાલિકા તંત્ર દોડતું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેન્ટર પર વિરોધ. સુરત મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારીઓ એ પગારના મુદ્દે આજે અચાનક વિરોધ કરતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેન્ટર પર પાસે કચરા ગાડીના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. કોન્ટ્રાક્ટ બદલાતા પગારમાં ઘટોડા થતા રોષ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ ગાર્બેજ કલેક્શનની કામગીરી ચાલી રહી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે થી કચરો ઉઘરાવીને ભેગો કરવામાં આવી રહ્યો છે. કચરો ઉઘરાવતા કર્મચારીઓને પહેલા 21, 000નો પગાર મળતો હતો પરંતુ હવે કોન્ટ્રાક્ટ બદલાતા 15, 000નો પગાર થઈ ગયો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેન્ટર પર વિરોધ જુના અને નવા કોન્ટ્રાક્ટ વચ્ચે પગારમાં તફાવતને કારણે આજે રાંદેર ઝોન ખાતે એલપી સવાણી નજીક આવેલા ડોર ડોર ગાર્બેજ કલેક્શન સેન્ટર પર કર્મચારીઓ પહોંચ્યા હતા. કચરા ગાડીના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો.