કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હે.
આવી અનેક ગઝલોને પોતાના ઘેઘુર આ અવાજે લોકપ્રિય બનાવનાર જગજીતસિંહનો જન્મ રાજસ્થાનના ગંગાનગરમાં 8 મી ફેબ્રુઆરી 1942 ના દિવસે થયો હતો.
બચપણથી ગાયકીનો શોખ ધરાવનાર જગજીતસિંહે સંગીતની તાલીમ ગુરૂ છગનલાલ શર્મા પાસેથી લીધી હતી શાસ્ત્રીય સંગીતની બે વરસની તાલીમ જગનાથ શર્મા પાસેથી લીધી હતી.
1965 માં મુંબઈ આવેલા જગજીતસિંહની મુલાકાત ગાયિકા ચિત્રાસિંગ સાથે થઈ જગજીતસિંહે જ્યારે ગઝલો ગાવાનું શરૂ કર્યું ત્યારે મેદાનમાં પંકજ ઉધાસ મનહર ઉધાસ.બેગમ અખ્તર તલત મહેમુદ ગુલામઅલી નૂરજહાંનો દોર હતો.પાછો આપના કિશોરકુમાર પણ ફૂલ ફોર્મમાં હતા.પણ જગજીતસિંહે હિંમત હાર્યા વીના ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી લીધું જગજીતસિંહે દેશ વિદેશમાં કાર્યકમો કરી ગઝલોને લોકપ્રિય બનાવી
1970 માં ચિત્રા સાથે લગ્ન કર્યા એક પુત્રી પછી એક પુત્ર વિવેકનો જન્મ થયો.
જગજીત અને ગુલઝારે ટી વી .પર મીરજા ગાલિબ સિરિયલમાં ખુબ ધુમ મચાવી મીરજા ગાલિબનું સંગીત ખુદ જગજીતસિંહે તૈયાર કર્યું હતું.
જગજીતનો અવાજ દરેક દિલને સ્પર્શી જતો હતો જગજીતસિંહે ઘણા હિંદી યાદગાર ગીતો ગઝલો આપ્યા છે જેમાં " તુમકો દેખા તો યે ખ્યાલ આયા" એતબારની યાદગાર ગઝલ " કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હે" અર્થ ફિલ્મ માટે " ઝુકી ઝુકી નજર બેકરાર હે કી નહી" તુમ ઇતના કયું મુસ્કારા રહે હો કોણ ભુલી શકે ? યુવા હૈયાઓનું માનીતું " હોઠો સે છું લો તુમ મેરા ગીત અમર કર દો " પ્રેમી પંખીડાનું રાષ્ટ્રીય ગીત બની ચૂક્યું છે આમીરની સરફરોશની ગઝલ "હોશવાલો કો ખબર ક્યાં બેખુદી ક્યાં ચીઝ હે" ખુબ જ લોકપ્રિય બન્યા હતા.
વો કાગઝ કી બસતી વો બારીશ કા પાણી આજે પણ આપણે બધા ગનગણીએ છીએ.
રાજસ્થાન સરકારે જગજીતસિંહને પ્રથમ સર્વશ્રેષ્ઠ નાગરિક એવોર્ડથી સન્માનિત કર્યા હતા ભારત સરકારે જગજીતનું પદમભૂષણથી બહુમાન કર્યું હતું 1998 મા મધ્યપ્રદેશ સરકારે લતા મંગેશકર એવોર્ડથી જગજીતને સન્માનિત કર્યા હતા
10 ઓક્ટોબરે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આ ઘેઘૂર અવાજના માલિકે વિદાય લઈ ગઝલ ચાહકોને આંચકો આપ્યો
તુમ હાર દીલ અપના મેરી જીત અમર કર દો
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત