દાહોદ તાલુકાના રળીયાતી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એકે એક વ્યક્તિને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઓળી આંબા ફળિયામાં રહેતાં પીલુભાઈ માજુભાઈ માવી તથા તેમની સાથે માજુભાઈ કલજીભાઈ માવી વિગેરેનાઓ બજારમાં તેઓનું ભેંસોનું દાણ લેવા માટે જતાં હતાં તે સમયે રસ્તામાં ગામમાં રહેતાં મનુભાઈ રામજીભાઈ માવીએ ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારો સાળો, મારો વેરી જઈ રહ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ વડે માજુભાઈને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પીલુભાઈ માજુભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.