ફતેપુરા તાલુકા પશુ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી.નગરના જાહેર માર્ગ ઉપર રસ્તાની મધ્યે 5 કલાક સુધી ગાય પીડાથી કણસતી રહી.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |

આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પાછલા પ્લોટ વિસ્તારમાં વહેલી સવારે એક ગાય રસ્તા ની વચ્ચે પીડાથી કણસતી હતી

ફળિયાના રહીશોને આ બાબત ધ્યાને આવતા રહીશોએ ગાયને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગાય ઊભી થઈ શકતી ન હતી

જેના કારણે ફળિયાના લોકોએ 1962 ઉપર ફોન કર્યો હતો પણ પાંચ કલાક સુધી કોઈ પણ કર્મચારી ન આવતા લોકોએ કંટાળીને નગરના હિન્દુ સંગઠનોને જાણ કરી હતી

હિન્દુ સંગઠનોના કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને ખાનગી પશુચિકિત્સક લાવીને આ પશુની સારવાર કરાવી હતી

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે 1962 પર ફોન કરવાથી જો એમ્બ્યુલન્સ ન આવતી હોય તો ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની શું હાલત હશે તે ગંભીર અને વિચારવા લાયક બાબત છે 

ખાનગી પશુ ચિકિત્સકે એક પણ રૂપિયો ફી લીધા વગર આ ગાયની તમામ સારવાર નિ:શુલ્ક કરી હતી

આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય પગલાં લઈ જરૂરી કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે.