ઇડર સાપાવાડા શિવશક્તિ જીન ખાતે માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા જાગૃતિ તેમજ વ્યસન મુક્તિ માટે સેમિનાર અને વણકર સમાજ નો સ્નેહ મિલન કાર્યક્રમ રવિવારે યોજાયો હતો સમારોહ ના મુખ્ય મહેમાન ઇડર તાલુકા પંચાયત સદસ્ય શિવરામ ભાઈ વણકર, ડૉ.આર.ડી.પરીખ તેમજ સંત દયાલદાસ બાપુ,સમાજના પ્રમુખ અને ઉપ પ્રમુખએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી એકવીસ સદી માં મહિલાઓ ઉપર શંકા-કુ શંકા વહેમ, સમાજમાં લાજ કાઢવા ની પ્રથા તેમજ અન્ય કુરિવાજો થી આજની મહિલાઓ પિસાય નહીં તે માટે મહિલા જાગૃતિ લાવવા તેમજ પરીવાર ના સભ્યો કે બાળકો બીમાર પડે તો દવા કરવા ના બદલે દોરા ધાગા કરાવવા ભૂત ભુવા પાસે જતા હોય છે જેથી જીવ જોખમ મુકાતા હોય છે તેમજ સમાજના બાળકો યુવકો નાની વય ની ઉંમર થી દારૂ,ડ્રગ્સ, બીડી,સિગારેટ, તબાકું વગેરે વ્યસન કરતા જોવા મળે છે તેમજ સમાજ ના કુરિવજો અને વ્યસન મુક્તિ માટે માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજાયો હતો જેમાં ૭૨ગામ વણકર સમાજ પરગણા સમાજ ના મુખ્ય દાતા ઇડર તાલુકા પંચાયત સદસ્ય શિવરામભાઈ વણકર,સંત દયાલદાસ બાપુ, ડૉ.આર.ડી.પરીખ સમાજ ના પ્રમુખ રમણલાલ કાપડિયા,ઉપ પ્રમુખ કાલિદાસ વણકર તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.