ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ . મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રીહિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટ ડી.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા હુડકો સોસાયટી વિસ્તારમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૦,૯૩૦ / - તથા ગંજી પત્તાના પાના નંગ- પર કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ . ૧૦૯૩૦ / - ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી છ આરોપીઓ વિરુધ્ધ જુગારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . * પકડાયેલ આરોપીઓ ( ૧ ) કીશનભાઈ ઉર્ફે ટીટો ( ૨ ) વશરામભાઈ મંજપરા ઉ.વ .૩૦ , ધંધો- દરજીકામ રહે.સાવરકુંડલા , આસોપલવ સોસાયટી , " મુરલીધર ” ડેરી પાછળ તા . સાવરકુંડલા , ભરતભાઈ ઉર્ફે ગમો ઓધાભાઇ સોલંકી ઉ.વ .૩૦ , ધંધો.હીરાધસવાનો , રહે.સાવરકુંડલા , હુડકો સોસાયટી , હનુમાનજીના મંદીર પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૩ ) કાનજીભાઈ ઉર્ફે કાનો ભીખાભાઈ સોલંકી ઉ.વ.રર , ધંધો.પ્રા.નોકરી રહે.સાવરકુંડલા , આસોપાલવ સોસાયટી , હનુમાનજીના મંદીર પાસે ( ૪) ગુણાભાઈ વલકુભાઇ ધોળકીયા ( મકવાણા ) ઉ.વ .૩૧ , ધંધો.હીરાધસવાનો રહે.સાવરકુંડલા , હાથસણી રોડ , આખની હોસ્પિટલ સામે , નવી પોસ્ટ ઓફીસ પાસે તા.સાવરકુંડલા . ( ૫ ) હરેશભાઈ ધીરુભાઈ સોલંકી ઉ.વ .૨૩ , ધંધો.હીરાઘસવાનો રહે.સાવરકુંડલા , નવા બસ સ્ટેશનની સામે ગુણાભાઈના કારખાને , તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૬ ) હીતેષભાઈ બટુકભાઇ મહેતા ઉ.વ .૨૪ , ધંધો.પ્રા.નોકરી રહે.સાવરકુંડલા , આસોપાલવ સોસાયટી બ્લોક નં -૧૦ , તા.સાવરકુંડલા જી.અમરેલી.
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી