દિવાળીના પર્વ માં કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે અનોખો લાઇટિંગ નો શણગાર કરવામાં આવ્યો છે રોજિંદા લાખો ની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ઉમટે છે ત્યારે માતાજી ને અલગ અલગ શણગાર કરવામાં આવે છે મંદિર ના કેમ્પસ માં અલગ અલગ રંગોળી કરવામાં આવે છે ત્યારે લાભ પાંચમ ના દિવસે સુરત કલાપૅણ આર્ટ કલાસ ની 5 મહિલાઓ દ્વારા માઁ ખોડલ ની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે.કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે કલાપૅણ આર્ટ કલાસ સુરત ની 5 મહિલા મહિલાઓ દ્વારા માઁ ખોડલ ની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી ખોડલધામ મંદિર ખાતે 21 - 1 - 2017 માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સૌ પ્રથમ જે શણગાર કરવામાં આવ્યો હતો તે રંગોળી તૈયાર કરવામાં આવી હતી આ રંગોળી તૈયાર કરવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો બારીક નજરે થી રંગોળી નો રંગ પૂરવામાં આવ્યો હતો આ રંગોળી માં 5 કિલો જેટલો અલગ અલગ રંગ મિક્સ કરી ને રંગો બનાવવામાં આવ્યા હતા માઁ ખોડલ ની રંગોળી 5 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી રંગોળી તૈયાર કરતા સમયે અનેક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं